મારો અનુભવ
શાહબુદીન રઠોડની
પેલી ટુંકી વાર્તા તો જાણતાજ હશો “આવ ભાણા આવા” જેમાં લેખકને
મહામેહનતે બુટ નું સુખ પ્રપ્ત થયુ. એવુંજ કઈંક મારી સાથે પણ બન્યું. વાત જાણે એમ
છે કે મારી collegeમાં નવરાત્રી ઉજવાનું નક્કી થયું. આપણને જરા એમકે થોડા સારા એવા અને
આપણો વટ પડે એવા ચણીયાચોળી પહેરીએ તો સારું. મારી એક friend પાસે મારી એ કેટેગરી માં આવી શકે એવા ચણીયાચોળી હતા. મેં એની પાસે
મને એક દિવસ આપવા માટે માગણી કરી પરંતુ એને જરા મને તેના અમુલ્ય એ ચોલી આપવા ગમ્યા નાહી. માટે મારે નાગમતા એવા મારા
જુના ચોળી પહેરવા પડ્યા. પોતાનું ભાવતું ભોજન ખીર અને પૂરી સામે પડ્યા હોવા છતા
દાળભાતથી કામ ચલાવું પડે એવુંજ કઈક મને પણ થયું. મારી friend ની ના મને કાંટની જેમ ખુચી અને ત્યારે જ મેં નક્કી કરીલીધું કે હું
એનાથી પણ સારા ચોલી સીવડાવીશ, અને એવું કર્યું પણ ખરું.
એણે એના ચોલી સાદા
દરાજી પાસે સીવડાવેલા જયારે મેં designer શોધી. ચોલી સીવડાવવા જતા પહેલા ની બધી જ
પૂર્વ તૈયારી કરી લીધી. હું અને મારી
મમ્મી બંને તે designer ના ઘરે ગયા . અમે જયારે અંદર રૂમમાં ગયા તો જોયું કે એક નાનકડા રૂમમાં
બે કબડ અને એક ખૂણામાં કપડા સીવવાનું મશીન અને ચારે બાજુ કપડા અને કપડા સીવતા
વધેલા લીરા. એક ગડલુ જેમાં ગ્રાહક જઈ બેસે.
જેવા અમે બેઢા કે
થોડી વારમાં એ રૂમમાં એક છોકરી દાખલ થઈ. મને એમ કે એ designerની assistant
હશે. પરંતુ પછી ખબર પડી કે એ designer પોતેજ હતી. જોતા તો એ મારી જેટલી જ લગતી હતી. પણ જયારે એની દીકરી
મમ્મી કરતી આવી ત્યારે ખબર પડી કે એ પરણીત છે. આમ જુઓતો એ સારુ જ થયું કે અમને જાણ
થાય કે તે પરણીત છે અને મારા કરતા મોટી છે, કારણ કે જો અમે એ ધારણામાં રેત તો મારી
મમ્મી ખબર નહિ મારી શું હાલત કરેત. ધરે આવીને શરૂઆત તો ત્યાંથી જ થાત “જોયું તારી
જેવડી છે! પણ કેટલું કમાય છે? અને તારે તો ન ભણવું કે ન કમાવું. તારી ઉંમરની
છોકરીઓ કેટલા કામ કરતી હોય. તારી ઉંમરમાં મારા લગ્ન થઈ ગયા હતા.” અને એવું તો કઈક
મને સભળ્વયુ હોત. પણ હું આ બનાવ થી બચી ગાય એનો મને આનંદ હતો.
એ છોકરી જેવી લગતી
સ્ત્રી નું નામ વિભાબેન હતું. તેમણે અમે આવવાનું કારણ પૂછતા અમે ચોલી સીવવાની વાત
કરી. તેમણે મારું માપ લીધું અને design કેવી કરવી અને કેવી નહી ના વિષય ઉપર લગભગ એક કલાક ચર્ચા કરી, અને અંતે
બધુ નક્કી થયું. પછી તેમણે મને પંદર દિવસ માં સીવી આપવા નો વાયદો કર્યો. હું તો
રાજીનારેડ થય ગઈ કારણ કે મારી friend સામે મારો વાટ પાડવામાં માત્ર પંદર દિવસ
બાકી હતા.
ત્યાર પછી ઘરે
આવીને હું રોજ મારા મનમાં એ નક્કી કરેલી design મુજબ ચોલી તૈયાર
કરતી અને એ ચોલી પહેરી હું મારી કલ્પના ની દુનિયામાં નાચતી. તે દિવસ થી રોજ રાત્રે
સ્વપ્નમાં એ ચોલી પહેરેલિ એવી હું મારી જાતે જોતી. ત્યારથી મારા એક કામમાં વધારો
થયો, એ પંદર દિવસ ના ગાળાને ગણવો! રોજ ઉઠી ને અને સુતા પહેલા દિવસો ગણવા. આમ દિવસો
ગણવામાં અને સ્વપ્ન જોવામાં એ પંદર દિવસ પસાર થઈ ગયા. આખરે એ દિવસ આવી જ ગયો જેની
હું એટલી આતુર તાથી વાટ જતી હતી. મનમાં
હરખતી અને છાતી ફુલાવતી હું મારા ગર્વ ને લેવા માટે ગઈ. મને જોતા જ વિભાબેન
બોલ્યા:
“અરે! આવ, આવ દેવાંગના! હું તારી જ વાટ જોતી હતી.મને તુ જ કે તું
આવીશા જ!”
“હસતો વળી અજે તો આવું જ ને! મારા ચોલી થઇ ગાય તો આપો.”
તેમણે મને થોડા ખચકાટ સાથે કહ્યું; “વાત જાણે એમ છે કે તારા ચોલી તો
તૈયાર થય જ જાત પણ મને એક ઉતાવામાં જો તે બગડે તો ખોટું થાય માટે મને બે દિવસ વધુ
આપ અને એક કામ કરને પરમ દિવસે પાકું થઈ જસે તું ત્યારે આવે!”
મારું મન ભાગી
ગયું. હું ખુબ ઉદાસ થઈ ગઈ. પણ પછી એમ થયું કે એટલા દિવસ કઢય એમાં બે નો વાધારો જો
એનાથી મારા ચોલી સારા થતા હોય તો.માંડ માંડ એ બે દિવસ પુરા થયા. અને પછી હું એ
ઉમળકા સાથે વિભાબેનના ઘરે ગઈ.તેમણે મને જોતા જ કહ્યું:
“દેવાંગના ! આવ તુ તો timeની હુબજ પકી કીધુ તે
દીવસે આવીખરી!”
“હા તે આવુંજને મારા ચોલી તૈયાર છે?”
“વાત જાણે એમ છે કે એ ચોલી ની design થોડો સમય માગીલે
તેમ છે.so I need more
one weak!”
મને હવે વીભા પર
ખુબ જ ગુસ્સો આવતો હતો. મેં તેમની સાથે ઘણી રકજક કરી પણ મારી પાસે કોઇ option નોતો.
માંડ માંડ અને
ખુબજ દુખ માં મેં તે weak પસાર કર્યું. રોજ રાત્રે સ્વપ્નમાં આવતી એ સ્વ્પનપરી પણ ઉડી ગઈ પરંતુ
મારા ચોલી નો ક્યાં અતોપતો ન હતો. Weak પછી તેમના ઘરે જવું
યોગ્ય ના ગણતા મેં તેમે ફોન કર્યો. આ વખત મે જરક કડક અવાજ થી પૂછ્યું:
“વિભાબેન હવે તમે બવ કરી તમારા કારણે મારા બે લગ્ન અને એક
પ્રોગ્રામ બગડીઓ. “
જો કે લગ્ન નું અને પ્રોગ્રામ નું હું ખોટું બોલી હતી.તેમણે મને
જવાબમાં એટલું જ કહ્યું.
“sorry! પણ હજી ચોલી તૈયાર નથી થયા. પણ અવતા શુક્રવારે પાક્કું.”
હવે તમેં મારી હાલત સમજી શકો છો કે હું કેવી પરિસ્થિતિમાં છુ.આ વાત ને
આજે દોઠ મહિનો થયો છે. પણ આજે પણ હું એ ચોલી ના ધક્કા ખાવ છુ. તેમનો જવાબ એક જ હોય
છે આવતા શુક્રવારે.