Sunday, 7 September 2014

બોલો છે કાઈ જવાબ?

બોલો છે કાઈ જવાબ?
                   થોડા દિવસ પહેલાં મારા ડાન્સ ગ્રુપમાં થયલી આ વાત છે. અમારા ડાન્સ ટીચરે કહ્યું કે “આપનો શો હિટ જાય તેના માટે ભગવાનને પ્રાર્થના કરજો” ત્યારે Y નામના (ધારોકે) છોકરાએ ટીખ્ણ કરવા બે હાથ ફેલાવીને (ખુદાને દુઆ કરતા હાઈએ તેમ) કહ્યું કે Z નામની છોકરી આવિરીતે પ્રાર્થના કરશે. ત્યારે તે છોકરી ખુબજ ગુસ્સે થઈ ગઈ, અને ડાન્સ ટીચરે પણ કહ્યું કે “તમે મુસલમાન છો?” અને તેને ગુસ્સે થઈને જવાબ આપ્યો “ના હું વૈષ્ણવ છુ.” આ બનાવ દરમ્યાન હું ત્યાં હાજર હતી. ધર્મના નામે આવી ટીખ્ણ અને ગુસ્સો મને ખુચ્યો પણ ખરો પણ હું કઈ પણ ના બોલતા ચુપ રહી. કારણ કે આ વાત Z નામના બહેન,Y નામના ભાઈ કે પછી ડાન્સ ટીચર ની નથી.આ વાત આપણા સમાજ ની છે.
                  આપણે જે ધર્મના હોઇએ એના કરતા કોઈ આપણને બીજા ધર્મના કે બીજી જ્ઞાતિના કહે તો આપણે ગુસ્સા પૂર્વક તેનો વિરોદ્ધ દર્શાવતા ગર્વ સાથે કહીયે છીયે કે હું તો ફલાણા ધર્મનો અથવા ફલાણા જ્ઞાતિનો છુ.અને આમ કહી આપણે આપણા ધર્મની અથવા જ્ઞાતિની બડાસ મારવા મડીયે છીએ.
                      અમે જે શો કરવા જઈ રહ્યા છીએ (જે હજી બાકી છે). તે શ્રી કૃષ્ણના જીવન પર આધારિત છે. ધારો કે હું ખુદા ને અથવા જિસસને પ્રાર્થના કરું તો શું કૃષ્ણ ભગવાન ગુસ્સે થઈ મને શ્રાપ આપેત કે “ જા તને શ્રાપ આપું છુ કે શરુ શો એ તું પડી જાશ, તારો પગ ભાંગશે, તું સ્ટેપ્સ ભૂલી જાશ અથવા તો શોના દિવસે તું બીમાર પડીશ. કારણ કે તે મારા શોની પ્રાર્થના બીજા ધર્મના ભગવાનને કરી છે. “હું શું આટલો બધો કંગાળ છુ કે તું મારી અરજી લઈને તેની પાસે ગઈ.”
                         ના આવું કયારે પણ થતુ નથી. પણ જો આવું ઈશ્વરમાં થતું હોત તો? તો તે પણ મનુષ્યની જેમ જગડતા હોત. જો હિંદુ ધર્મના ભગવાનને વરસાદ વરસાવવાનું મન થાત ત્યારે ખુદા વિરોદ્ધ દર્શાવેત અને બંને વચ્ચે જગડો થાત. જે જીતે તેમનું ધાર્યું થશે ની શરત લાગેત. ત્યારે સૌવ સૌવ ના ભગવાનને જીતાડવા મનુષ્ય પણ લાગી જાત. તે પણ જગડો કરવ રસ્તાપર નીકળી પડત, અને અંતે જે જીતેત તેનું ધાર્યું થાત.
                   પણ શું અવ થાઈ છે ખરી? મનુષ્યની જેમ ઈશ્વર પણ પોતે શ્રષ્ઠ છે એવું સાબિત કરવા જગડતા હોત તો શું આપણે જુ સુધી જીવતા હોત? અને જો એ નથી જગડતા તો પછી અપણે શા માટે જગડીએ છીએ? અરે અપણે જો હિન્દુ હોએ તો દરગા તરફ થી નજર હટાવી લઈએ છીએ. અને જો વિરુદ્ધ ધર્મનો પડોશી આવે તો તો પુરુ જ થય ગયું. શું સાચે જ બધા ધર્મ અલગ અલગ છે?
                       ના ઈશ્વર અલગ નથી પરંતુ આપણા માનસ અલગ છે. ઈશ્વર તો એક જ છે એ તો નથી કૃષ્ણ કે નથી ખુદા કે નથી જિસસ. એ તો પરમ તત્વ છે. જે આપણે ક્યારેય જોયો નથી, અને સમજ્યો પણ નથી.શું આપણો ધર્મ સર્વોચ છે? સમ્પૂર્ણ છે? સનાતન છે? ના નિયમ, ધર્મ, રીત, રીવાજ બધું બનાવનાર આપણે છીએ મનુષ્ય. મનુષ્યને ક્યારેય સંપૂણ જોયો છે? તો પછી આપાણો ધર્મ પણ કેવી રીતે સંપૂણ હોય! જેમ મનુષ્યમાં ખરાબ અને સારા બંને પાસા છે તેમજ ધર્મને પણ બંને પાસા છે. આપણે દરેક ધર્મને બંને પાસા સાથે સ્વીકારવો જ રહ્યો.
                      ઇસ્લામ બનીને મંદિરે જવું અથવા તો હિન્દુ બનીને દર્ગાએ જવું એમાં શું ખોટું છે? શા માટે જો આપણે કોઈ દર્ગાએ જઈ અને પ્રાર્થના કરવાનું કહે તો ગુસ્સે થઈ અમે વૈષ્ણવ છીએ એવું કહીએ છીએ. શા માટે આપણે એકબીજાના ધર્મ આપનાવતા અચકાએ છીએ?અથવા આપણા ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવા મથીએ છીએ.

                ઈશ્વરે આપણ ને  બનાવવામાં ભેદ નથી રાખ્યો તો આપણે એનામાં ભેદ પડવા વાળા કોણ? બોલો છે કાય જવાબ અનો તમની પાસે?                

2 comments:

  1. Good one. Very well argued writeup.
    The answer to the question on why we fear god is in our mythical tellings of god"s stories. In most of the stories the one who disobeys god or godly things (or idea) are portrayed (yes, just imaginary portrayal of character as we see all other characters in literature n movies) as rakshasa or Satan or shaitan. We, with child-like innocence (in the sense of ignorance) , believe it as true happenings rather than reading them metaphorically. You can cite examples from Bible wherein Book of Job, God n Satan argues over goodness of simpleton Job and to prove their superiority (ego satisfaction) , both tortures Job.

    ReplyDelete
  2. true religion is humanism but no one like to follow this religion without any bias prejudices. i never read in any religious book that god like Krishna and ram are quarrel with Jesus.

    ReplyDelete